ઉત્તરાખંડના અલ્મોડામાં મોટો અકસ્માત: બસ ખાડામાં પડતાં ૨૨નાં મોત

04 November, 2024 12:45 PM IST  |  Almora | Gujarati Mid-day Online Correspondent

Almora Bus Accident: ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક મોટી બસ ખાડામાં પડી જતાં ભયાનક અકસ્માત, ૨૨નાં મોત, બચાવકાર્ય ચાલુ, હજી પણ લોકો ફસાયેલાં હોવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઉત્તરાખંડ (Uttarakhand)ના અલ્મોડા (Almora)માં એક મોટો માર્ગ અકસ્માત (Almora Bus Accident) થયો છે. માર્ચુલા (Marchula) પાસે બસ ખાડામાં પડી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી ૨૮ લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં હજી મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ઉત્તરાખંડના અલ્મોડામાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં ૨૨ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના માર્ચુલા પાસે બની હતી અને ઘટના સમયે બસમાં ૪૫ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. બસ કુપી (Kupi) પાસે ઉંડી ખાઈમાં પડી હતી. બસ પૌડી (Pauri)થી રામનગર (Ramnagar) તરફ આવી રહી હતી. નૈનીતાલ જિલ્લા પોલીસ (Nainital District Police)એ પણ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા ઘાયલોને રામનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ આ અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે. આ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એક નાની નદી પણ વહી રહી છે. અકસ્માતના વીડિયો પરથી ઘટનાની તીવ્રતા સમજી શકાય છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘મર્ચુલા, અલ્મોડામાં થયેલા કમનસીબ બસ અકસ્માતમાં મુસાફરોની જાનહાનિ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘાયલોને બહાર કાઢવા અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે ઝડપથી કામ કરી રહી છે. જો જરૂરી હોય તો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.’

સીએમ પુષ્કર સિંહ ધામીએ પૌડી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારોમાં ARTO અમલીકરણને સ્થગિત કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. કમિશનર કુમાઉ ડિવિઝનને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

રામનગર હૉસ્પિટલમાં ઘાયલોના ખબર કાઢવા માટે સીએમ પુષ્કર સિંહ ધામી અને સાંસદ અનિલ બલુની રામનગર પહોંચ્યાના સમાચાર છે.

મળતી માહિતી મુજબ, દરરોજની જેમ ગઢવાલ મોટર્સની બસ સોમવારે સવારે પૌડી જિલ્લાના ગોલીખાલથી મુસાફરોને લઈને રામનગર તરફ રવાના થઈ હતી. બસમાં ૪૦થી વધુ મુસાફરો સવાર હતા. પરંતુ સોલ્ટ કુપી વિસ્તારમાં પહોંચતા જ ડ્રાઈવરે અચાનક બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બસ કાબુ બહાર જઈને ઉંડી ખાઈમાં પડી હતી. બસ કાબુ બહાર જતા જ બસમાં સવાર લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આ અકસ્માતમાં ૨૦ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે મુસાફરોનું રામનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ૧૬ થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓ મૃત્યુ અને જીવનની લડાઈ લડી રહ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

road accident uttarakhand pushkar singh dhami national news