03 February, 2024 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તાજ મહેલ
Akhil Bharat Hindu Mahasabha: તાજ મહેલ ખાતે આયોજિત વાર્ષિક ઉર્સ પર પ્રતિબંધ મૂકવા માટે આગ્રા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અખિલ ભારત હિંદુ મહાસભા (Akhil Bharat Hindu Mahasabha)વતી આગ્રા કોર્ટમાં તાજમહેલમાં શાહજહાંના ઉર્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમને ઉર્સનું આયોજન કરવાનો કોઈ અધિકાર નથી અને ન તો તાજ મહેલમાં આયોજિત થઈ શકે તેવો કોઈ નિયમ છે. ભૂતકાળમાં પણ અમે મેમોરેન્ડમ દ્વારા માંગણી કરતા આવ્યા છીએ કે ASI તાજ મહેલનો સર્વે કરાવે, લાશ મળશે તો તાજમહેલ તમારો રહેશે અને જો શિવ મળશે તો તાજમહેલ અમારો રહેશે.
તાજ મહેલ ખાતે 6-7-8 ફેબ્રુઆરીના રોજ શાહજહાં મુમતાઝનો ઉર્સ યોજાવા જઈ રહ્યો છે. જે પહેલા ઉર્સ પર પ્રતિબંધ મુકવા માટે આગ્રા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અખિલ ભારત હિંદુ મહાસભા (Akhil Bharat Hindu Mahasabha)એ કહ્યું કે જ્યારે તાજમહેલમાં કોઈ ધાર્મિક પ્રવૃતિ થઈ શકતી નથી તો ઉર્સનું શા માટે આયોજન કરવામાં આવે છે, જો આવું થાય તો અમને પણ પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.
ઉર્સ એક એવો અવસર છે, જેનું દર વર્ષે તાજ મહેલ ખાતે આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન વિવિધ પ્રકારની રસ્મો અને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે.
`શાહજહાંના ઉર્સ પર પ્રતિબંધની માંગ`
આગ્રા કોર્ટની એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝન કોર્ટ 4માં દાવો દાખલ કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા આગ્રા કોર્ટમાં પહોંચી અને કેસ દાખલ કર્યો. જેમાં આગામી સુનાવણી માટે 4 માર્ચ 2024ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તાજમહેલ ખાતે ઉર્સનું આયોજન કરતી સમિતિને પણ નોટિસ આપવા માટે કહેવામાં આવ્યું છે. અખિલ ભારત હિંદુ મહાસભાના એક અધિકારીએ કહ્યું કે અમે તાજમહેલમાં આયોજિત ઉર્સ પર પ્રતિબંધની માંગ કરીએ છીએ. અમે કોર્ટમાં ઉર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, અને અમને અમારી કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, અને શાહજહાંના ઉર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અમે રસ્તાઓથી લઈને કોર્ટ અને અહીંથી સુપ્રીમ કોર્ટ સુધી આ જ માંગણી કરતા રહીશું.
નોંધનીય છે કે દુનિયાની ૭ અજાયબીઓમાંનો એક એવો તાજમહલ ફરી એની ચમક ગુમાવી રહ્યો છે. ફરીથી ચમકદાર આરસના પથ્થર પર લીલાશ જામવા માંડી છે અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના નિષ્ણાતો સફેદીની ચમક જેવા આરસ પર જામતી લીલને દૂર કરવાના નુસખા શોધી રહ્યા છે. નિષ્ણાતોએ ગોલ્ડી ચિરોનોમસ નામના ઇન્સેક્ટસ શોધી કાઢ્યાં છે જે માર્બલની સરફેસ પર લીલી ચરક છોડી રહ્યાં છે. પહેલી વાર ૨૦૧૫માં આ જીવાતને આઇડેન્ટિફાય કરવામાં આવી હતી જેનાથી માર્બલ પર ડાર્ક બ્રાઉન કે ગ્રીન ડાઘા પડે છે.