27 October, 2022 03:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાય સમયથી એરલાઈન્સ સંબંધિત અનેક ઘટનાએ સામે આવી છે. જેમાં કોઈ કારણસર ઈમરજન્સી લેન્ડિંગ અને વિમાન ક્રેશ જેવી ઘટના સામેલ છે. ત્યારે આજે ફરી એક એવી જ ઘટના ઘટી છે. અમદાવાદથી દિલ્હી જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટ ગુરુવારે એટલે કે આજે દુર્ઘટનાનો શિકાર થતાં થતાં બચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાન પક્ષી સાથે ટકરાયું હતું, અને ત્યાર બાદ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી. જેમાં વિમાનમાં ડેમેજ હોવાનું જાણવા મળ્યુ હતું. કહેવામાં આવી રહ્યું છે આ વિમાન અમદાવાદથી દિલ્હી આવી રહ્યું હતું. લેન્ડિંગ સમયે જ્યારે વિમાન 1900 ઊંચાઈ પર હતું ત્યારે એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાયું હતું. ત્યાર પાયલટે તરત જ વિમાન પર કાબુ મેળવી સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર વિમાનને લેન્ડ કર્યુ હતું.
આ મામલે અકાસા એર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમદાવાદથી દિલ્હી આવી રહેલી અકાસા એરની ફ્લાઈટ QP 1333 પક્ષી સાથે અથડાઈ હતી. એરક્રાફ્ટ દિલ્હીમાં સફળતાપૂર્વક લેન્ડ થયું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Mumbai: સગીરાને આઈટમ કહેશો તો થઈ શકે છે જેલની સજા, જાણો મુંબઈનો આ કેસ