14 December, 2024 04:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અજિત પવાર અને તેમનો પરિવાર નરેન્દ્ર મોદીને મળ્યા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. તેમની સાથે પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થ પણ હતાં. અજિત પવારે આ મુલાકાત વિશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૌહાદપૂર્ણ વાતાવરણમાં સપરિવાર મુલાકાત કરી. આ મુલાકાતમાં રાજ્યની મહાયુતિના ઐતિહાસિક વિજય બદલ શુભેચ્છા આપી અને મહત્ત્વના વિવિધ વિષયો પર સકારાત્મક ચર્ચા થઈ.’