ઇન્ડિગોના પ્રવાસીઓ હેરાનપરેશાન

06 October, 2024 07:31 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સિસ્ટમ સ્લોડાઉન થતાં ચેક-ઇન અને બુકિંગમાં મુશ્કેલી, દેશભરનાં ઍરપોર્ટ પર પ્રવાસીઓની લાંબી લાઇન લાગી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિગો ઍરલાઇન્સની સિસ્ટમ ગઈ કાલે સ્લોડાઉન થવાને લીધે ઍરપોર્ટ-પ્રવાસીઓને ચેક-ઇન અને ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઇન્ડિગોની સિસ્ટમ અચાનક એકદમ સ્લો થઈ જવાને લીધે ફ્લાઇટ ઑપરેશન્સ અને દેશભરનાં ઍરપોર્ટમાં ગ્રાઉન્ડ સર્વિસ ખોરવાઈ હતી. આને કારણે ઇન્ડિગોનું બુકિંગ કરનારા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. પ્રવાસીઓને ચેક-ઇન કરવામાં અને ટિકિટ-બુકિંગ કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. ઇન્ડિગોએ બાદમાં નિવેદન કર્યું હતું કે ‘અમે અત્યારે અમારા દેશભરના નેટવર્કમાં સ્લોડાઉનની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, જેને લીધે અમારી વેબસાઇટ અને બુકિંગ-સિસ્ટમને અસર થઈ છે. આ સમસ્યાને લીધે ચેક-ઇન કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગશે એટલે પ્રવાસીઓનો વેઇટિંગ સમય વધી શકે છે.’

national news delhi indigo india