30 August, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દિલ્હીમાં ઍર-પૉલ્યુશનને લીધે ત્યાં રહેનારાઓની ઉંમર ૧૨ વર્ષ જેટલી ઓછી થઈ રહી હોવાનો ખુલાસો ઍર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ ૨૦૨૪ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ચિંતાની વાત એ છે કે દિલ્હીના ૧.૮ કરોડ લોકો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના દિશાનિર્દેશની સરખામણી કરીએ તો આ ઍર-પૉલ્યુશનને લીધે ઍવરેજ ૧૧.૯ વર્ષ પોતાની જિંદગીનાં ગુમાવી રહ્યાં છે. યુનિવર્સિટી ઑફ શિકાગોના રિપોર્ટ મુજબ ઉત્તર ભારતમાં દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારત સરકારના નૅશનલ સ્ટાન્ડર્ડ મુજબ જો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર આ જ રહેશે તો લોકોની ઉંમર ૮.૫ વર્ષ ઓછી થઈ જશે, પણ WHOના સ્ટાન્ડર્ડ મુજબ આ પ્રદૂષણ-લેવલે દિલ્હીવાસીઓની વય ૧૨ વર્ષ ઓછી થવાની શક્યતા છે.