14 October, 2024 09:25 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai) થી ન્યુ યોર્ક (New York) જઈ રહેલા ઍર ઈન્ડિયા (Air India)ના વિમાનમાં બોમ્બની ધમકી (Air India Bomb Threat) બાદ હંગામો મચી ગયો હતો. ત્યારબાદ પ્લેનને દિલ્હી (Delhi) એરપોર્ટ તરફ વાળવામાં (Air India Flight Diverted) આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને વધુ તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, એરક્રાફ્ટ હાલમાં નવી દિલ્હી (New Dlehi)ના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport - IGI) પર છે અને મુસાફરો અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI119માં ૨૩૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. તમામને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે. ઍર ઈન્ડિયાની આ ફ્લાઈટ સોમવારે સવારે ૨ વાગ્યાની આસપાસ મુંબઈથી નીકળી હતી અને ટૂંક સમયમાં તેને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળેલી બૉમ્બની ધમકી વિશે દિલ્હી પોલીસ (Delhi Police)ને જાણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બૉમ્બની ધમકી મળ્યા બાદ ઍર ઈન્ડિયાની ફ્લાઈટ જે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાન હાલમાં IGI એરપોર્ટ પર છે. આ ફ્લાઇટમાં કુલ ૨૩૯ મુસાફરો સવાર હતા, તમામ મુસાફરો અને ફ્લાઇટ ક્રૂને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને પ્લેનની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકી ટ્વીટ (Tweet)ના માધ્યમથી આપવામાં આવી છે.
ઍર ઈન્ડિયાએ પણ આ અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં, ‘ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરે મુંબઈથી JFK માટે ઉડાન ભરેલી ફ્લાઈટ AI119ને સુરક્ષા ચેતવણી મળી હતી અને સરકારની સુરક્ષા નિયમન સમિતિની સૂચના પર તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરો ઉતરી ગયા છે અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે. ગ્રાઉન્ડ પરના અમારા સાથીદારો આ અણધાર્યા વિક્ષેપને કારણે અમારા મહેમાનોને પડતી અસુવિધાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એર ઈન્ડિયા તેના મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.’
તમને તમને જણાવી દઈએ કે, દિલ્હી એરપોર્ટ પર બૉમ્બ ડિસ્પોઝલ ટીમ પણ હાજર છે. ઍર ઈન્ડિયાની ફ્લાઈટ વિવાનને દિલ્હી એરપોર્ટના આઈસોલેશન રનવે પર પાર્ક કરવામાં આવી છે. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા ઓગસ્ટમાં મુંબઈથી આવી રહેલા ઍર ઈન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. પ્લેનના ટોઇલેટમાં એક ટિશ્યુ પેપર પર `ફ્લાઇટમાં બોમ્બ છે` એવો મેસેજ લખાયેલો જોવા મળ્યો હતો. તે ફ્લાઈટમાં ૧૩૫ મુસાફરો સવાર હતા. આ પછી પાયલોટે ATCને આ અંગે જાણ કરી અને તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ આ બાબત ખોટી સાબિત થઈ હતી.