08 May, 2023 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન (Rajasthan)ના હનુમાનગઢમાં સોમવારે સવારે એક દુર્ઘટના ઘટી. અહીં એરફોર્સનું Mig-21 વિમાન ક્રેશ (Air Force Plane crash) થયું છે. આ અકસ્માતમાં એક ગ્રામીણનું મોત થયું છે. જોકે બંને પાયલટ સુરક્ષિત છે.
મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું અને હનુમાનગઢ જિલ્લાના પીલીબંગાના બહલોલ નગર ગામ પાસે એક ઘર પર પડ્યું. અકસ્માત દરમિયાન પાયલોટે પેરાશૂટ વડે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ જ્યારે વિમાન ઘર પર પડ્યું ત્યારે આસપાસના લોકો તેની ઝપેટમાં આવી ગયા.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર ગ્રામજનોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. પીલીબંગા પોલીસ અને સેનાનું હેલિકોપ્ટર મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયું છે. લોકોએ સ્થળ પર પેરાશૂટ કરીને પાયલોટની મદદ કરી અને સેના આવ્યા બાદ તેને હવાલે કર્યો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ પહેલા જૂલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક ટ્રેનિંગ ઉડાન દરમિયાન મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ભારતીય વાયુ સેનાના બે પાયલટ શહીદ થયા હતાં.