07 November, 2022 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ટેક્નિકલ ખરાબીને (Technical Problem) કારણે પુણેથી બેંગ્લુરુ (Pune Benglore) જતી Air Asiaની ફ્લાઇન્ડ ઉડ્ડાણ ભરી શકી નહી. કહેવામાં આવી રહ્યું છે કે એર એશિયા ઇન્ડિયાની (Air Asia India Flight) ફ્લાઈટ i5-1427નું ટેક્નિકલ ખરાબીને કારણે ટેકઑફ કેન્સલ કરવું પડ્યું. વિમાનને રનવે પરથી જ પાછું ફરવું પડ્યું. ઍરલાઈન કંપનીએ પ્રવાસીઓને મોડું થવા માટે માફી માગી છે.
ઍરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે ઍર એશિયા ઇન્ડિયાની ફ્લાઈટ i5-1427 પુણેથી બેંગ્લુરુ જઈ રહી હતી. પણ ટેક્નિકલ ખરાબીને કારણે ટેકઑફ કેન્સલ કરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 180 લોકો સવાર હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ઍરબસ એ320નું બ્રેક ફેન મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ (MEL)હેઠળ ચાલતો હતો. એટલે કે આથી એક નિશ્ચિત સમય સીમાની અંદર બરાબર કરવાનું હતું, પણ એવું થવા સુધી તેનો ઉપયોગ સુરક્ષિત હતો. પણ વિમાનની તપાસ અને મરમ્મત માટે તેને રનવે પરથી પાછા બેમાં લાવવામાં આવ્યું.
આ પણ વાંચો : મસ્કત ઍરપોર્ટ પર ટેક-ઑફ પહેલાં ઍર ઇન્ડિયાના વિમાનમાં આગ, ૧૫૧ વ્યક્તિઓને બચાવી લેવાઈ
આ ઘટના પર ઍર એશિયા ઇન્ડિયાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તો, ડીજીસીએએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.