10 June, 2023 09:21 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓપનએઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સૅમ ઑલ્ટમૅન. તસવીર એ.એન.આઇ.
ઓપનએઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સૅમ ઑલ્ટમૅન સાથેની મીટિંગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતની ટેક એકો-સિસ્ટમનો ગ્રોથ વધારવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ક્ષમતા વિશાળ છે.
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે ‘ઊંડી સમજવાળી વાતચીત બદલ સૅમ તમારો આભાર. ભારતની ટેક-એકો-સિસ્ટમનો ગ્રોથ વધારવામાં એઆઇની ક્ષમતા ખરેખર વિશાળ છે. અમે અમારા નાગરિકોને સશક્ત કરવા માટે અમારા ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનને વેગ આપી શકે એવાં તમામ પ્રકારનાં જોડાણને આવકારીએ છીએ.’
આ પણ વાંચો : મોદી સરકારે ખેડૂતોને કર્યા ખુશ
ઑલ્ટમૅનની કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીઝની સાથે ડીલ કરે છે અને એણે ચૅટજીપીટી ક્રીએટ કર્યું છે. ઑલ્ટમૅન ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાનને મળ્યા હતા અને ગ્લોબલી એઆઇના રેગ્યુલેશનની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી.
ઑલ્ટમૅને ટ્વિટર પર લખ્યું હતું કે ‘ભારતની અદ્વિતીય ટેક એકો-સિસ્ટમ અને દેશ એઆઇથી કેવી રીતે લાભ મેળવી શકે એના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગ્રેટ વાતચીત થઈ. પીએમઓ ઇન્ડિયામાં મારી તમામ મીટિંગને ખરેખર માણી.’