માતાના અંતિમ સંસ્કાર બાદ પીએમ મોદીનું પહેલું ભાષણ, આ વાત પર જનતાની માંગી માફી

30 December, 2022 01:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના અંતિમ સંસ્કાર પછી તરત જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પશ્ચિમ બંગાળના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ માતા હીરાબા (Hiraba Death)ના અંતિમ સંસ્કાર પછી તરત જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પશ્ચિમ બંગાળના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની પ્રથમ અને દેશની સાતમી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી હતી. પોતાના ભાષણમાં પીએમ મોદીએ બંગાળની જનતાની માફી માંગી અને કહ્યું કે તેઓ કેટલાક અંગત કારણોસર બંગાળ આવી શક્યા નથી.

પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે 30 ડિસેમ્બરની તારીખ ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું. વર્ષ 2018માં, આ ઘટનાની 75મી વર્ષગાંઠ પર, હું આંદમાન ગયો હતો અને એક ટાપુનું નામ પણ નેતાજીના નામ પર રાખ્યું હતું.

આ પણ વાંચો:  ભાવુક મન, ભીની આંખો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા માતા હીરાબાના અંતિમ સંસ્કાર

તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનને હમણાં જ તે ભૂમિ પરથી લીલી ઝંડી આપવામાં આવી છે, જ્યાંથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય રેલ્વેમાં ઝડપી વિકાસ અને સુધારા જરૂરી છે, તેથી કેન્દ્ર સરકાર ભારતીય રેલ્વેના આધુનિકીકરણ માટે રેકોર્ડ રોકાણ કરી રહી છે. દેશમાં વંદે ભારત, તેજસ, હમસફર જેવી આધુનિક ટ્રેનો બનાવવામાં આવી રહી છે. સલામત અને આધુનિક કોચની સંખ્યા વધી રહી છે. રેલવે સ્ટેશનને એરપોર્ટની જેમ વિકસાવવામાં આવી રહ્યું છે. જે ઝડપે રેલવે લાઈનોનું આધુનિકીકરણ અને વિદ્યુતીકરણ થઈ રહ્યું છે તે અગાઉ ક્યારેય બન્યું નથી.

national news narendra modi west bengal