11 January, 2023 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં પી ઘટના (Air India Pee Incident)બાદ હવે એક એરલાઈન કંપની એક વધુ વિવાદમાં સપડાય છે. 8 જાન્યુઆરીએ એક મહિલાએ ટ્વિટર (Twitter)પર જાણકારી શેર કરતાં કહ્યું કે એર ઈન્ડિયાના વિમાનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી પથ્થર નિકળ્યો(Stone found in flight meal)હતો.
એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મહિલા સાથે આ ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર ભોજનની તસવીરો પણ વાયરલ થઈ છે. જેમાં ભોજનમાંથી કાંકરો નિકળેલો સ્પષ્ટ જોવા મળે છે. જો કે, આ મામલે એર ઈન્ડિયા તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન ભોજનમાંથી પથ્થર નિકળવાની ફરિયાદ પર તેમણે કહ્યું કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. કૅટરર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
તાજેતરના દિવસોમાં, ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ગેરવર્તણૂકની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ બાબતોને ગંભીરતાથી લઈને ડીજીસીએએ એર ઈન્ડિયાને પણ ઠપકો આપ્યો હતો અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ડીજીસીએએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.
આ પણ વાંચો:Air India: કયારેક સાપ તો ક્યારેક પેશાબની ઘટના...અને હવે ઈમરજન્સી લેન્ડિંગ
આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક મુસાફરે મહિલા સહયાત્રી પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચી હતી. જોકે બાદમાં આ કાંડ કરનાર મુસાફરને પોલીસે ઝડપ્યો હતો અને તેના પર કાર્યવાહી કરી છે.