કૉન્ગ્રેસ બાદ હવે CPIને ઇન્કમ ટૅક્સની નોટિસ

30 March, 2024 02:16 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પક્ષ દ્વારા જૂના પૅન કાર્ડના ઉપયોગમાં વિસંગતિ બદલ દંડ અને વ્યાજ સહિતની લેણી રકમ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાની છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટૅક્સ રિટર્ન ભરતી વખતે કૉમ્યુનિસ્ટ ​પાર્ટી ઑફ ઇ​ન્ડિયા (CPI)ને જૂના પૅન કાર્ડનો ઉપયોગ કરવા બદલ ૧૧ કરોડ રૂપિયાની નોટિસ ઇન્કમ ટૅક્સ (IT) ડિપાર્ટમેન્ટે મોકલી છે. ITના અધિકારીઓની નોટિસને પડકારવા CPI વકીલોની સલાહ લઈ રહી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. પક્ષ દ્વારા જૂના પૅન કાર્ડના ઉપયોગમાં વિસંગતિ બદલ દંડ અને વ્યાજ સહિતની લેણી રકમ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાની છે. આ પહેલાં કૉન્ગ્રેસ પક્ષને પણ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળી હતી અને અગાઉનાં વરસોમાં ભરવામાં આવેલા રિટર્નમાં વિસંગતિ બદલ ૧,૮૨૩ કરોડ રૂપિયાથી વધુની લેણી નીકળતી રકમ ચૂકવવા પક્ષને જણાવાયું હતું.

national news communist party of india income tax department