02 January, 2024 09:12 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પટના : બિહારમાં થતી વિચિત્ર ચોરીઓ સૌકોઈને આશ્ચર્યમાં મૂકે છે. આ પહેલાં આ રાજ્યમાં બ્રિજ અને ટ્રેનના એન્જિનની ચોરી થઈ હતી, પરંતુ હવે તો આખેઆખું તળાવ જ ચોરાઈ ગયું. આ તળાવ ગાયબ થઈ ગયું અને એના પર એક ઝૂંપડું બાંધી દેવામાં આવ્યું હતું, જેનાથી દરભંગા જિલ્લામાં સ્થાનિક લોકો ચોંકી ગયા હતા.
તળાવની જગ્યાએ આશ્ચર્યજનક રીતે એક ઝૂંપડું જોવા મળતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં લૅન્ડ માફિયા ત્યાંથી ભાગી ગયા હતા. આ લૅન્ડ માફિયા પર જમીન પચાવી પાડવા માટે તળાવને માટીથી ભરી દેવાનો આરોપ છે.
તળાવને માટીથી ભરવાની શરૂઆત થઈ ત્યારે લોકલ લોકોએ ઑથોરિટીઝને ફરિયાદ કરી હતી, જેના લીધે ઝોનલ અધિકારીઓએ થોડા સમય માટે કામ અટકાવ્યું હતું, સાથે થોડો સામાન પણ જપ્ત કર્યો હતો. જોકે માફિયા તળાવના લેવલિંગની કામગીરી રાતે અંધારામાં સીક્રેટલી કરતા હતા. આખરે આખેઆખું તળાવ ગાયબ થઈ ગયું.
સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર અમિત કુમારે કહ્યું હતું કે ‘લોકો કહે છે કે તળાવને ૧૦થી ૧૫ દિવસમાં માટીથી ભરવામાં આવ્યું હતું. આ કામગીરી રાતે જ કરવામાં આવતી હતી. અધિકારીઓએ આ પહેલાં એ સ્થળની મુલાકાત લીધી હતી અને થોડોક સામાન પણ જપ્ત કર્યો હતો.’
બિહારમાં વિચિત્ર ચોરીઓ
૧) બેગુસરાઈમાં નવેમ્બર ૨૦૨૨માં રેલવે યાર્ડમાંથી એક પછી એક પાર્ટની ચોરી કરીને આખેઆખા ડીઝલ એન્જિનની ચોરી કરવામાં આવી હતી. ચોરોએ પાર્ટ્સની ચોરી કરવા માટે યાર્ડ સુધી એક ટનલ ખોદી હતી.
૨) ૨૦૨૨ની શરૂઆતમાં રોહતાસ જિલ્લામાં ૬૦ ફુટના આખેઆખા બ્રિજની ચોરી કરવામાં આવી હતી. એક ગવર્નમેન્ટ ઑફિસર સહિત આઠ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૪૭ કિલો લોખંડની ચૅનલ્સ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવી હતી. ૧) બેગુસરાઈમાં નવેમ્બર ૨૦૨૨માં રેલવે યાર્ડમાંથી એક પછી એક પાર્ટની ચોરી કરીને આખેઆખા ડીઝલ એન્જિનની ચોરી કરવામાં આવી હતી. ચોરોએ પાર્ટ્સની ચોરી કરવા માટે યાર્ડ સુધી એક ટનલ ખોદી હતી.
૨) ૨૦૨૨ની શરૂઆતમાં રોહતાસ જિલ્લામાં ૬૦ ફુટના આખેઆખા બ્રિજની ચોરી કરવામાં આવી હતી. એક ગવર્નમેન્ટ ઑફિસર સહિત આઠ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૪૭ કિલો લોખંડની ચૅનલ્સ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવી હતી.