કેન્દ્ર સરકારની ચેતવણી- તમારી ઍપલની પ્રોડક્ટ ખતરામાં

23 September, 2024 06:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઍપલે હાલમાં જ iPadOS 18 અને અન્ય સૉફ્ટવેર સાથે એલિજિબલ આઇ-ફોન માટે iOS18 વર્ઝન લૉન્ચ કર્યાં છે. 

ઍપલ ફોન

ઍપલ કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રોડક્ટ વાપરનારા લોકોને કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-in) દ્વારા આપવામાં આવેલી ઍડ્વાઇઝરી અનુસાર આઇ-ફોન ઑપરેટિંગ સિસ્ટમ (iOS), મૅકબુક ઑપરેટિંગ સિસ્ટમ (macOS), આઇ-વૉચ અને આઇ-પૅડ ઑપરેટિંગ સિસ્ટમ (iPadOS) સહિતનાં અન્ય સૉફ્ટવેર વર્ઝનમાં ઘણી ખામીઓ મોજૂદ છે. આ ખામીઓ દૂર બેસેલા સાઇબર હૅકર કે અટૅકરને આ ડિવાઇઝની ઍક્સેસ પ્રાપ્ત કરવા અને એના મરજીના કોડ એક્ઝિક્યૂટ કરવાની અનુમતિ આપી શકે છે. આ ખામીઓ iOS18, iPadOS 17.7 macOS 14.7 અને અન્યથી પહેલાંના વર્ઝનને પ્રભાવિત કરી શકે છે.

CERT-in એ ઍપલ પ્રોડક્ટના યુઝર્સને તેમના ડિવાઇઝમાં લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ વર્ઝન અપડેટ કરવાની સલાહ આપી છે. ઍપલે હાલમાં જ iPadOS 18 અને અન્ય સૉફ્ટવેર સાથે એલિજિબલ આઇ-ફોન માટે iOS18 વર્ઝન લૉન્ચ કર્યાં છે. 

national news india indian government apple