આદિત્ય-L1 : ઇસરોએ કર્યું સ્પેસક્રાફ્ટનું બીજું ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટિવેટ

03 December, 2023 11:46 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

એક્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઇન્ડિયન સ્પેસ એજન્સીએ લખ્યું હતું કે ‘પેલોડ આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટમાં બીજું ઇન્સ્ટ્રુમેન્ટ સોલર વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર કામ કરી રહ્યું છે.’

આદિત્ય - L1 (ફાઈલ તસવીર)

ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ભારતના પ્રથમ સોલર સૅટેલાઇટ આદિત્ય-L1ના પેલોડ આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટે એની કામગીરી નૉર્મલી શરૂ કરી છે.

એક્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઇન્ડિયન સ્પેસ એજન્સીએ લખ્યું હતું કે ‘પેલોડ આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટમાં બીજું ઇન્સ્ટ્રુમેન્ટ સોલર વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર કામ કરી રહ્યું છે.’

આ સ્પેસ એજન્સી અનુસાર આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટમાં બે ઇન્સ્ટ્રુમેન્ટ્સ-સોલર વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર અને સુપ્રાથર્મલ ઍન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર છે, જેમાંથી સુપ્રાથર્મલ ઍન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર ઇન્સ્ટ્રુમેન્ટે ૧૦ સપ્ટેમ્બરથી કામગીરી શરૂ કરી હતી, જ્યારે સોલર વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ બીજી નવેમ્બરથી ઍક્ટિવેટ થયું છે.

isro indian space research organisation national news