અદાણી-હિંડનબર્ગ વિવાદ: સેબીએ તપાસ માટે વધુ સમય માગ્યો

30 April, 2023 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપની વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોની તપાસને પૂરી કરવા માટે વધુ છ મહિના માગ્યા છે.

અદાણી-હિંડનબર્ગ વિવાદ: સેબીએ તપાસ માટે વધુ સમય માગ્યો

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપની વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોની તપાસને પૂરી કરવા માટે વધુ છ મહિના માગ્યા છે. અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના સ્ટૉક્સની કિંમતમાં ભારે ધોવાણ થયું હતું, જેના પછી સુપ્રીમ કોર્ટે આ મામલે બે મહિનામાં તપાસ કરવા માટે સેબીને બીજી માર્ચે જણાવ્યું હતું. હવે અદાલત સમક્ષ કરવામાં આવેલી અરજીમાં સેબીએ જણાવ્યું હતું કે ફાઇનૅન્શિયલ્સમાં ખોટી વિગતો આપવા, રેગ્યુલેશન્સનો ભંગ કરવા છેતરપિંડી તેમ જ ફ્રૉડ પ્રકારનાં ટ્રાન્ઝૅક્શન્સને સંબંધિત સંભવિત નિયમભંગની ખરાઈ કરવા માટે છ મહિનાનો સમય લાગશે.

national news gautam adani