“સીએમના પીએએ મારી સાથે મારપીટ કરી”: AAP સાંસદ સ્વાતિ માલીવાલએ કર્યો ચોંકાવનારો દાવો

13 May, 2024 02:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

AAP MP Swati Maliwal: ભાજપ દ્વારા આ મામલે હવે પ્રતિક્રિયા આપી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ટીકા કરવામાં આવી રહી છે.

સ્વાતિ માલીવાલ (સૌજન્ય - મિડ-ડે)

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલએ (AAP MP Swati Maliwal) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ અસિસ્ટંટ (PA) વિભવ કુમારે તેમની સાથે મારપીટ અને હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ કર્યો હતો. દિલ્હીમાં આવેલા સીએમના બંગલાથી સોમવારે સવારે દિલ્હી પોલીસને બે પીસીઆર ફોન આવ્યા હતા. આ ફોન કરનારે તેનું નામ સ્વાતિ માલીવાલ જણાવ્યું હતું. તેમ જ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો, એવું પણ કહ્યું હતું.

આ મામલે એક અધિકારીએ કહ્યું હતું કે “વિભવે મને માર માર્યો છે, એવો ફોન દિલ્હી પોલીસને આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પણ સીએમના ઘરની અંદર પોલીસ ગયા નહોતા. જોકે આ દરમિયાન ફોન કરનાર સ્વાતિ માલીવાલ પણ સીએમના બંગલાની આસપાસ નહોતા, જેથી હવે આ મામલે પોલીસ આ ફોન કોણે કર્યો હતો તે બાબતની તપાસ કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે “સ્વાતિ માલીવાલ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં (AAP MP Swati Maliwal) આવીને આ ઘટના બાબતે જણાવ્યું હતું, પણ કોઈપણ લેખિતમાં ફરિયાદ નોંધાવી નહોતી. આ સાથે દિલ્હી પોલીસની એક ડાયરીની તસવીર પણ વાઇરલ થઈ રહી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘એક મહિલાએ ફોન કરીને કહ્યું હતું કે “હું સીએમના ઘરે છું અને તેમણે તેમના પીએ વિભવ કુમાર સાથે મારી સાથે મારપીટ કરી છે”. તેમ જ બીજા ફોનમાં પણ આ મહિના કોલરે કહ્યું હતું કે તે સીએમઆ ઘરે છે અને તેણે તેના પીએમ વિભવ કુમારની મદદથી મને માર માર્યો હતો.

આ ઘટના બાબતે દિલ્હી પોલીસના ડીસીપી નોર્થે કહ્યું કે સોમવારે સવારે 9.34 વાગ્યે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પીસીઆર ફોન કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે “સીએમ હાઉસમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી છે અને થોડા સમય બાદ સાંસદ મેડમ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમ જ થોડા સમય પછી તે લેખિત ફરિયાદ નોંધાવશે એવું કહીને તેઓ નીકળી ગયા હતા.

આપના સાંસદ સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલના (AAP MP Swati Maliwal) પીએ સામે કરેલા આ આરોપને લઈને હવે રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપ દ્વારા આ મામલે હવે પ્રતિક્રિયા આપી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ટીકા કરવામાં આવી રહી છે.

સ્વાતિ માલીવાલના આરોપો પર ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે ‘આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના પીએ સાથે મળીને તેમની સાથે મારપીટ કરી હતી. આ ફોન દિલ્હીના સીએમ હાઉસમાંથી કરવામાં આવ્યો હતો. યાદ રહે કે સ્વાતિ માલીવાલે કેજરીવાલની ધરપકડ પર મૌન જાળવ્યું હતું. આ સમયે તેઓ વાસ્તવમાં ભારતમાં પણ નહોતા. તેઓ લાંબા સમય પછી  પણ ભારત પરત આવ્યા નહોતા.

arvind kejriwal delhi news delhi police national news new delhi