મુંબઈ બાદ પંજાબમાં લેવાયો રાજકારણીનો જીવ, AAP નેતા પર અંધાધૂંધ ફાયરીંગ

01 March, 2024 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેલ્વે ફાટક બંધ હોવાથી શ્રી ગોઇંદવાલ સાહેબ પાસે ટ્રેન ઉભી રહી ત્યારે હત્યારાઓએ અંધાધૂંધ ફાયરીંગ કરીને હત્યા (AAP Leader Shot Dead)ને અંજામ આપ્યો હતો. જીવ ગુમાવનાર AAP નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

AAP Leader Shot Dead: પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ના એક નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ કારનો પીછો કર્યો હતો. રેલ્વે ફાટક બંધ હોવાથી શ્રી ગોઇંદવાલ સાહેબ પાસે ટ્રેન ઉભી રહી ત્યારે હત્યારાઓએ અંધાધૂંધ ફાયરીંગ કરીને હત્યા (AAP Leader Shot Dead)ને અંજામ આપ્યો હતો. જીવ ગુમાવનાર AAP નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ચોહલા સાહિબનો રહેવાસી હતો. શુક્રવારે સવારે તેઓ પોતાની કારમાં સુલતાનપુર લોધી કોર્ટમાં હાજર થવાં જઈ રહ્યા હતા. ગુરપ્રીત સિંહની કાર ફતેહાબાદ રેલવે ફાટક પાસે પહોંચી ત્યારે ફાટક બંધ હતો. આ દરમિયાન સ્વીફ્ટ કારમાં સવાર હુમલાખોરો પહેલાથી જ તેનો પીછો કરી રહ્યા હતા. તેઓએ ગુરપ્રીત સિંહ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ગુરપ્રીત સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતક ગુરપ્રીત સિંહ ખડુર સાહિબ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાના ખૂબ નજીક હતા. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તરનતારનના એસપી અશ્વિની કપૂરે જણાવ્યું કે મૃતકને પાંચ ગોળી વાગી હતી.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર મુંબઈમાં પણ થોડા દિવસો પહેલા એક શિવસેના નેતાની હત્યા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્રની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. અભિષેક ઘોસાલકર ગુરુવારે ફેસબુક લાઈવ ચેટમાં ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરે તેના પર ગોળીબાર(Shiv Sena Leader`s Son Shot)કર્યો હતો. અભિષેક પર ગોળીબાર કર્યા બાદ આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક આરોપીની ઓળખ મૌરિસ નોરોન્હા તરીકે થઈ હતી. તેઓ મોરિસ ભાઈ તરીકે જાણીતા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે આ હુમલો મોરિસની ઓફિસમાં થયો હતો. મોરિસે જ અભિષેક ઘોષલકરને ફેસબુક લાઈવ ચૅટ પર ચર્ચા માટે પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું  હતું કે બંને વચ્ચે કેટલાક દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હતો. જો કે, કેટલાક મતભેદો પછી, તાજેતરમાં તેમની સમજૂતી થઈ હતી. મોરિસે અભિષેક ઘોષલકરને તેની ઓફિસમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. આ ઇવેન્ટ ફેસબુક લાઇવ ચૅટ દ્વારા વેબકાસ્ટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોરિસે અભિષેકને માર માર્યો અને પોતાનો જીવ પણ લઈ લીધો.

punjab Crime News aam aadmi party national news