03 May, 2023 02:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
શરાબ કૌભાંડની ચાર્જશીટમાં પ્રવર્તન નિદેશાલયની એક ભૂલ થઈ છે. આ વાતનો દાવો કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે. સંજય સિંહે દાવો કર્યો છે કે પ્રવર્તન નિદેશાલયે આ સંબંધે તેમને પત્ર લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હકિકતે આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહે નાણાં સચિવને એક પત્ર લખ્યો હતો અને કહ્યું કે હતું કે ઈડીના ડિરેક્ટર અને એક અન્ય અધિકારી પર કેસ ચલાવવાના આદેશ આપવામાં આવે. ઈડી આ મામલે મની લૉન્ડ્રિંગના એન્ગલથી તપાસ કરી રહી છે.
જેના પછી હવે સંજય સિંહે દાવો કર્યો છે કે તેમને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે શરાબ કૌભાંડની ચાર્જશીટમાં તેમનું નામ ભૂલથી જોડાયું હતું. ઈડીએ સંજય સિંહ સામે દુઃખ વ્યક્ત કર્યું છે. આપ સાંસદ સંજય સિંહનો દાવો છે કે ઈડીએ તેમને જે પત્ર લખ્યો છે તેમાં કહ્યું છે કે ભૂલથી તેમનું નામ ઈડીની ચાર્જશીટમાં જોડાયું હતું. સંજય સિંહે ઈડી તરફથી આ પત્ર મળવાનો દાવો કર્યો છે. આ આખી ઘટના પર આમ આદમી પાર્ટી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે સંજય સિંહ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવા પર ઈડીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને કહ્યું કે ભૂલથી તેમનું નામ ચાર્જશીટમાં આવી ગયું હતું.
આ પહેલા સંજય સિંહે એક પત્ર ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે તેમણે ઈડીના એક નિદેશન અને એક અન્ય અદિકારી પર કાર્યવાહીને લઈને નાણાંસચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેહવામાં આવ્યું છે કે ચાર્જશીટમાં મારું નામ જાણીજોઈને મારી છબિ ખરાબ કરવા માટે જોડવામાં આવ્યું હતું. મની લૉન્ડ્રિંગ હેઠળ તપાસ દરમિયાન દિનેશ અરોડાના એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તે કહે છે કે `અમિતે તેની પાસેથી મદદ માગી હતી કે તેની દુકાનને પ્રીતમપુરાથી ઓખલા શિફ્ટ કરવામાં આવે કારણકે આ કેસ આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો, આ રીતે જ તેણે આ મુદ્દો સંજય સિંહના નિર્દેશ પર મનીષ સિસોદિયા સામે ઉઠાવ્યો હતો. પછીથી આબકારી વિભાગે આ કેસ ઉકેલી લીધો હતો.`
આ પણ વાંચો : World Press Freedom Day: પત્રકારોને કેદ કરવાનું બંધ કરો-સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ
આ પહેલા સંજય સિંહ એ કહી ચૂક્યા છે કે તેમણે સંસદમાં અનેકવાર તપાસ એજન્સીઓનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો છે આ કારણે જ આ વર્ષે છ જાન્યુઆરીના રોજ ઈડીની ચાર્જશીટમાં તેમનું નામ આવ્યું હતું. જણાવવાનું કે દિલ્હીના ચર્ચિત શરાબ કૌંભાડમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયા પહેલાથી જ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયા પર ઈડી અને સીબીઆઈ બન્ને પોતાનો સકંજો કસી ચૂક્યા છે.