શું 14 જૂનથી આધાર કાર્ડ થઈ જશે નકામું? જાણો શું છે હકીકત

23 May, 2024 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો હા, તો આ માહિતી તમારા માટે છે. વાસ્તવમાં, આધાર કાર્ડ (Aadhaar Card Update) દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે સંબંધિત એક સરકારી દસ્તાવેજ છે

પ્રતીકાત્મક તસવીર

શું તમે પણ આજકાલ સોશિયલ મીડિયા પર આવી રહેલા એવા સમાચારો અને વીડિયોથી પરેશાન છો કે જૂના આધાર કાર્ડ (Aadhaar Card Update) બહુ જલ્દી નકામા થઈ જવાના છે. જો હા, તો આ માહિતી તમારા માટે છે. વાસ્તવમાં, આધાર કાર્ડ (Aadhaar Card Update) દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે સંબંધિત એક સરકારી દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં આ દસ્તાવેજ દરેક કામમાં જરૂરી છે. ઘણા લોકો એવા છે જેમણે લાંબા સમયથી પોતાના આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરાવ્યું નથી.

કયા આધાર કાર્ડને અપડેટ કરવાની જરૂર છે?

આવી સ્થિતિમાં 10 વર્ષથી જૂના આધાર કાર્ડ (Aadhaar Card Update) પર આધાર ધારકોની જૂની માહિતી હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એક સમયમર્યાદા આપી છે, જેના દ્વારા દરેક નાગરિક માટે આ આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન છે.

શું જૂના આધાર કાર્ડ ખરેખર નકામા થઈ જશે?

પ્રશ્ન એ છે કે જો આ નહીં થાય તો શું થશે? જૂના આધાર કાર્ડ નકામું થઈ જશે કે માન્ય ગણવામાં આવશે નહીં? હકીકતે એવું નથી.

યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે 14 જૂનની અંતિમ તારીખ આપી છે. મતલબ કે 14 જૂન પછી પણ આધાર કાર્ડ અપડેટ કરી શકાશે, પરંતુ સમયમર્યાદા બાદ આધારમાં કોઈપણ અપડેટ માટે પૈસા ચૂકવવા પડશે.

આધાર કાર્ડ અપડેટ કરવા માટે આ કામ કરવાનું રહેશે

જો તમે 14 જૂન પહેલા તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો દસ્તાવેજો ઑનલાઈન અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાની ઑફિશિયલ વેબસાઈટ પર તમે આ કામ ઘરે બેઠા મફતમાં કરી શકો છો.

જ્યારે, જો તમે આ કામ 14 જૂન પછી કરો છો, તો તમારી પાસે ઑનલાઈન અને નજીકના આધાર કેન્દ્ર પર જવાનો વિકલ્પ હશે. જોકે, બંને પદ્ધતિમાં ચાર્જ લાગશે.

તમને જણાવી દઈએ કે, જો યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવે છે, તો 14 જૂન પછી પણ આ સેવાનો મફતમાં લાભ લઈ શકાશે. જોકે, હાલ 14 જૂન છેલ્લી તારીખ છે.

આધારને ઑફલાઈન અપડેટ કરવા માટે કેટલી ફી લાગશે?

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ઑફલાઇન મોડમાં ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક વિગતો માટે 50 રૂપિયાની ફી જમા કરવાની રહેશે. આ ફી આધાર કેન્દ્ર પર લેવામાં આવે છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે UIDAIની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Aadhaar indian government india national news