12 June, 2024 10:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હીમાં ગઈ કાલે બપોરે ૨.૧૧ વાગ્યે પાવરકટ થયો હતો જેને કારણે ભીષણ ગરમીમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં પાણીની કટોકટી છે અને હીટવેવને કારણે લોકો પરેશાન છે એવા સમયે ઉત્તર પ્રદેશમાં મંડોલામાં આવેલા ૧૫૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરતા પાવર-ગ્રિડમાં આગ લાગતાં વીજળીપુરવઠો ખંડિત થયો હતો અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાવરકટ થયો હતો. દિલ્હીમાં બપોરે ૪૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વખતે પાવરકટ થતાં લોકોની પરેશાનીનો પાર નહોતો.