07 June, 2021 02:33 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે
મે મહિનાના અંતમાં પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા વાવાઝોડા ‘યાસ’ની અસરનો અભ્યાસ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક ટીમને ત્રણ દિવસના પ્રવાસે મોકલશે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
જૉઇન્ટ ડિરેક્ટર-લેવલના અધિકારી સહિતની આ ટીમ નાબન્નામાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મુલાકાત યોજશે તથા દક્ષિણ ૨૪ પરગણા અને પૂર્વીય મિદનાપોરમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત લેશે.
મમતા બૅનરજીના જણાવ્યા મુજબ બંગાળમાં આશરે 2.21 લાખ હેક્ટર જમીનના પાકને વાવાઝોડાંથી નુકસાન થયું છે. તેમણે કેન્દ્ર પાસે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની સહાય માગી છે.