17 February, 2024 03:05 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ટ્રેન અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં ઝખીરા ફ્લાયઓવર નજીક આજે સવારે 11.52 વાગ્યાની આસપાસ એક ટ્રેન અકસ્માત થઈ ગયો છે. માલગાડીના 10 ડબ્બા પાટા (A goods train derailed) પરથી ઉતરી ગયા. સૂચના મળતા રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કરવામાં આવ્યા હતા. રેલવેની ટીમો માલગાડી ડિરેલ્ડ થયેલા ડબ્બાઓને સીધા કરવામાં લાગેલી છે ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે.
દિલ્હી પોલીસે ઘટનાની માહિતી આપતા એક નિવેદન જાહેર કર્યું. આમાં કહેવામાં આવ્યું, `સરાય રોહિલ્લા રેલવે પાસે એક માલગાડીના ઓછામાં ઓચા 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના ઉત્તર દિલ્હીમાં ઝખીરા ફ્લાયઓવર પાસે સવારે લગભગ 11.50 વાગ્યે પટેલ નગર-દયાબસ્તી સેક્શન પર થઈ. ટ્રેક પર હાજર કોઈ વ્યક્તિની સંભવતઃ મૃત્યુને નકારી શકાય તેમ નથી.` પોલીસે કહ્યું કે રેલવે અને અગ્નિશમ અધિકારી હાલ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. માલગાડી મુંબઈથી ચંદીગઢ જઈ રહી હતી.
A goods train derailed: તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં દેશમાં અનેક રેલ્વે અકસ્માતો થયા છે. ગયા વર્ષે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરપાટ ઝડપે દોડતી કોરોમંડલ એક્સપ્રેસ બહનાગા બજાર રેલવે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં ઊભેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 296 લોકોના મોત થયા હતા અને લગભગ 1000 મુસાફરો ઘાયલ થયા હતા. સિગ્નલિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો.
A goods train derailed: ગયા વર્ષે ઓક્ટોબરમાં નવી દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ એક્સપ્રેસ બિહારના બક્સર જંકશન રેલવે સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 24 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની કે જાનહાનિ થઈ નથી. બક્સર જિલ્લા પ્રશાસને આ દુર્ઘટનામાં 60 થી 70 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી હતી. ત્યાં ચાર લોકોના મોત થયા હતા. ડિસેમ્બર 2023માં, હૈદરાબાદ નજીક નામપલ્લી રેલવે સ્ટેશન પર ચેન્નાઈ-હૈદરાબાદ ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 5 મુસાફરો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાપ્ત માહિતી અનુસાર દરભંગા જતી ટ્રેનમાં લોકોની ખૂબ જ ભીડ હતી. જ્યારે ત્રણ કોચમાં આગ લાગવાના સમાચાર ફેલાતા લોકોમાં ખૂબ જ ખળભળાટ ફેલાઈ ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ નીચે કૂદી પડ્યા હતા. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ટ્રેન ગાર્ડ બબલુ સિંહે જણાવ્યું હતું કે આ ત્રણ કોચમાં લગભગ 500 મુસાફરો હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગ ગંભીર હતી. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.