ઓડિશામાં ૮૦ વર્ષની મહિલા પર કૂતરાનો જીવલેણ હુમલો, લોકોએ ગુસ્સામાં કૂતરાને પણ મારી નાખ્યો

15 November, 2024 10:02 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ઘરમાંથી મહિલાનો અવાજ સાંભળીને પાડોશીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કૂતરાને મારી નાખ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

ઓડિશામાં ઘરમાં સૂઈ રહેલી ૮૦ વર્ષની બસંતી સાહુ નામની મહિલા પર ગઈ કાલે એક રખડતા કૂતરાએ જીવલેણ હુમલો કર્યો હતો અને તેને મારી નાખી હતી. આ ઘટનાના પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ પણ કૂતરાને જોરદાર માર મારીને મારી નાખ્યો હતો.

આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે જયરામપુરના બોગરાઈ બ્લૉકમાં રહેતી આ મહિલાના પરિવારજનો ગામમાં કોઈ સમારોહમાં ગયા હતા અને તે ઘરમાં એકલી સૂતી હતી. એ વખતે કૂતરાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. કૂતરાએ આ મહિલાને ઘણાં બટકાં ભર્યાં હતાં અને આ હુમલામાં આ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘરમાંથી મહિલાનો અવાજ સાંભળીને પાડોશીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે કૂતરાને મારી નાખ્યો હતો.

national news india odisha Crime News crime