26 December, 2022 05:07 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના લખનૌમાં મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા 10 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માતાના ઠપકા બાદ માસૂમે આ ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. પોલીસે મામલો થાળે પાડીને તપાસ શરૂ કરી છે.
આ મામલો લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ચિત્વાપુર વિસ્તારનો છે. હકીકતમાં તેના પતિના મૃત્યુ પછી કોમલ (40) તેના પુત્ર આરુષ (10 વર્ષ) અને પુત્રી વિદિશા (12 વર્ષ) સાથે તેના પિતાના ઘરે રહે છે.
પરિવાર મુજબ પુત્ર આયુષ કેટલાય દિવસોથી શાળાએ નહોતો જતો, ઘર પર બેસી દિવસભર ફોનનમાં ગેમ રમતો હતો. તેને અનેકવાર સમજાવવા છતાં સ્થિતિ એની એ જ હતી. આ દરમિયાન ઘટના બની તે દિવસે માતએ આરુષને માર માર્યો અને તેના હાથમાંથી મોબાઈલ છીનવી લઈ બહાર ચાલી ગઈ હતી.
આ પણ વાંચો: પતિની હત્યા કરી મૃતદેહ સાથે સુઈ ગઈ પત્ની, બાળકોને કહ્યું પપ્પાને જગાડતાં નહીં
આ દરમિયાન આરુષ ખુબ જ રોષે ભરાયો અને બહેન વિદિશાને રૂમમાંથી બહાર મોકલી દરવાજો બંધ કરી દીધો હતો. લાંબા સમય સુધી રુમમાંથી તેનો અવાજ ન આવતાં પરિવારજનોએ બહાર અનેક પોકાર કર્યા પરંતુ અંદરથી કોઈ પણ ચહલ-પહલનો અવાજ ન આવ્યો. બાદમાં દરવાજો તોડીને જોયું તો માસુમ આયુષ ગળે ફાંસો ખાઈ લટકી રહ્યો હતો. આ જોઈ બધાના જીવ તાળવે ચોંટી ગયા હતાં, આરુષને નીચે ઉતાર્યો ત્યાં સુધીમાં તે દેહ છોડી ચુક્યો હતો.
DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા રજત કૌશિકના જણાવ્યા અનુસાર બાળકીએ આત્મહત્યા કરી છે.માતા તરફથી કોઈ તહરીર આપવામાં આવી નથી. સગા-સંબંધીઓના જણાવ્યા મુજબ બાળક મોબાઈલ પર વધુ ગેમ રમતું હતું અને માતા તેને ઠપકો આપતી હતી. જેનાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું.
આ પણ વાંચો: `લાઈફ પાર્ટનર પર ગેરકાયદેસર સંબંધનો ખોટો આરોપ મૂકવો પણ ક્રૂરતા` HCનો નિર્ણય
નોંધપાત્ર રીતે, ઓનલાઈન ગેમિંગની સમાજ પર અસરને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર યોગ્ય નીતિ અથવા નવો કાયદો લાવવાની છે.રેલવે, સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી વૈષ્ણવે ગત દિવસોમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.વૈષ્ણવે કહ્યું હતું કે તાજેતરમાં તેણે તમામ રાજ્યોના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેઓ ઑનલાઇન ગેમિંગની અસર અંગે ચિંતિત હતાં.