10 August, 2019 06:06 PM IST | મુંબઈ ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્કવરી (Discovery) ચેનલના પૉપ્યુલર શો મેન વર્સિસ વાઇલ્ડમાં હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે દેખાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેયર ગ્રિલ્સો એપિસોડ 12 ઑગસ્ટે ડિસ્કવરી ચેનલ પર ઑન એર થશે. શોના બ્રૉડકાસ્ટ થતાં પહેલા હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાના ઇન્ટરવ્યૂમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે ઘણી રસપ્રદ વાતો શૅર કરી છે. બેયરે જણાવ્યું કે સંપૂર્ણ જર્ની દરમિયાન જટિલ પરિસ્થિતિઓમાં પણ નરેન્દ્ર મોદી કેટલા શાંત અને સંતુલિત રહ્યા.
એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં બેયર ગ્રિલ્સે કહ્યું કે, "એક વર્લ્ડ લીડર તરીકે પ્રાઇમ મિનિસ્ટર સંકટના સમયે ખૂબ જ શાંત રહ્યા. તેમણે ઉત્તરાખંડના જિમ કાર્બેટ નેશનલ પાર્કથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને આ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન તેમણે દરેક મુશ્કેલી અને ખરાબ વાતાવરણનો બહાદુરીથી સામનો કર્યો."
બેયર ગ્રિલ્સે કહ્યું, "અમને આદત છે રાજનેતાઓને પોડિયમની પાછળ સુટબુટમાં જોવાની. પણ પ્રકૃતિ બધાંને એક જ નજરે જુએ છે. તેને નથી ખબર કે તમે કોણ છો, આ હિમ્મત અને દ્રઢ નિર્ણયને સન્માનિત કરે છે, તમારે મળીને કામ કરવાનું હોય છે. જર્ની દરમિયાન અમારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. અમારે મોટા તોફાનો અને વિશાળ લહેરોનો સામનો કરવો પડ્યો. તેમની સીક્રેટ સર્વિસ તેમની પહોંચ કરતાં દૂર હતી, અમારી ટીમ પાણીમાંથી શૂટિંગ કરી રહી હતી પણ પીએમ મોદી ખૂબ જ શાંત હતા."
"અમારી જે ટીમ શૂટિંગ કરી રહી હતી, તે પણ નર્વસ હતી. પણ મેં જોયું કે સંપૂર્ણ જર્મી દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર ખૂબ જ શાંત હતા. તે જોવુ ખૂબ જ કૂલ હતું. જ્યાર સુધી કોઇ મુશ્કેલ પરિસ્થિતિ ન આવે, ત્યાર સુધી તમને ખબર જ નથી પડતી કે કોણ કેવું છે. પણ વર્લ્ડના લીડર તરીકે પ્રાઇમ મિનિસ્ટર સંકટ સમયે પણ ખૂબ જ શાંત રહ્યા."
આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર
બેયર ગ્રિલ્સે કહ્યું, "જે વસ્તુ તેમના વિશે મને સૌથી વધુ ઇમ્પ્રેસિવ લાગી તે તેમની વિનમ્રતા છે. તે ખૂબ જ નમ્ર સ્વાભાવના છે. વરસાદ પડવા પર તેમની સીક્રેટ સર્વિસે તેમને છત્રી આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે લેવાની ના પાડી દીધી, અને કહ્યું હું બરાબર છું અને ત્યાર બાદ અમે નદી સુધી પહોંચ્યા. તેમણે અમુક વસ્તુઓને જોડીને હોડી બનાવી જેમાં બેસવાનો વારો આવ્યો તો તેમની સીક્રેટ સર્વિસ ચિંતામાં હતી કે હાથેથી બનાવેલી આ નાવડીમાં વડાપ્રધાનને કઇ રીતે બેસવા દેવાય. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઇ વાંધો નથી આ બરાબર છે. આપણે સાથે આના પર બેસશું." બેયર આ બધું જ જણાવતી વખતે ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો અને લાગતું હતું કે તેણે આ જર્ની ખૂબ જ માણી છે.