કોર્ટની સુનાવણીમાં રૂબરૂ હાજરીમાંથી રાહત આપવા દેવેન્દ્ર ફડણવીસની માગણી

05 December, 2019 09:47 AM IST  |  Nagpur

કોર્ટની સુનાવણીમાં રૂબરૂ હાજરીમાંથી રાહત આપવા દેવેન્દ્ર ફડણવીસની માગણી

દેવેન્દ્ર ફડણવીસ

ચૂંટણી માટે ઉમેદવારી વેળાની એફિડેવિટમાં બે ક્રિમિનલ કેસીસની વિગતો છુપાવવાના આરોપસર નાગપુરની કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં રૂબરૂ હાજરી ફરજિયાત નહીં રાખવાની માગણી ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ૨૮ નવેમ્બરે રાજ્યમાં શિવસેના પ્રણિત નવી સરકારે સત્તા ધારણ કરી ત્યારે નાગપુરની મૅજિસ્ટ્રેટ્સ કોર્ટે ફડણવીસને સમન્સ મોકલ્યું હતું. ફડણવીસના વકીલ ઉદય દબલેએ અનિવાર્ય કામકાજને કારણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને અદાલતમાં વ્યક્તિગત ઉપસ્થિતિની અનિવાર્યતામાં છૂટ આપવાની માગણી કરી હતી.

આ પણ વાંચો : મેહુલ ચોક્સીની અરજી પર સ્ટે આપવાનો હાઈ કોર્ટનો ઇનકાર

નાગપુરના વકીલ સતીશ ઉકેએ અદાલતમાં જણાવ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસની સામે ૧૯૯૬ અને ૧૯૯૮માં ચીટિંગ અને ફોર્જરીના કેસ ફાઇલ કરવામાં આવ્યા હતા. એ કેસીસની વિગતો ચૂંટણી માટે ઉમેદવારી વેળાની એફિડેવિટમાં છુપાવી હોવાથી ફડણવીસ સામે ક્રિમિનલ પ્રોસિડિંગ્સ શરૂ કરીને બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડવાની માગણી કરી હતી. સુનાવણીઓમાં ફડણવીસને રૂબરૂ હાજરીની જરૂર નહીં હોવાના એમના વકીલ ઉદય દબલેનું અખબારમાં પ્રગટ થયેલું બયાન સતીશ ઉકેએ કોર્ટમાં રજૂ કર્યું હતું.

nagpur devendra fadnavis national news