26 February, 2019 08:40 AM IST |
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું હતું કે જો પાકિસ્તાને એક પરમાણુ બૉમ્બ નાખ્યો તો ભારત આપણને ૨૦ પરમાણુ બૉમ્બ નાખીને ખતમ કરી શકે છે. UAEમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધિત કરતાં મુશર્રફે કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાનના સબંધો ફરી એક વાર બહુ જ કથળી ગયા છે, પરંતુ પરમાણુ યુદ્ધ નહીં થાય; કારણ કે જો આપણે એક પરમાણુ બૉમ્બથી હુમલો કરીશું તો ભારત આપણા પર ૨૦ બૉમ્બ નાખીને ખતમ કરી શકે છે.
આ પણ વાંચો : પુલવામાના હુમલામાં વપરાયેલી કાર વિશે મળી જાણકારી, માલિક થયો ફરાર
ત્યારે એકમાત્ર ઉપાય એ છે કે આપણે એમના પર ૫૦ પરમાણુ બૉમ્બથી હુમલો કરવો જોઈએ જેથી એ આપણા પર ૨૦ બૉમ્બ ન નાખી શકે. જોકે શું તમે પહેલાં ૫૦ પરમાણુ બૉમ્બ સાથે હુમલો કરવા તૈયાર છો?’