01 February, 2019 08:00 AM IST |
5 વાગે રજૂ થતું હતું બજેટ
આજે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ વર્તમાન સરકારનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કરશે. 11 વાગે બજેટ રજૂ થશે. દેશમાં છેલ્લા સંખ્યાબંધ વર્ષોથી બજેટ 11 વાગે જ રજૂ થાય છે. પરંતુ દેશમાં એક સમય એવો પણ હતો જ્યારે બજેટ સવારે 11 વાગે નહીં પરંતુ સાંજે 5 વાગે રજૂ થતું હતું. કેન્દ્રીય બજેટ સાંજે જ રજૂ કરવાનું કારણ પણ હતું.
આ હતું કારણ
જ્યારે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને કોઈએ પૂછ્યું કે સંસદ તો સવારે 10 વાગે શરૂ થાય છે, તો પછી બજેટ છેક 5 વાગે કેમ રજૂ થાય છે. ત્યારે તેમણે કહ્યું કે આ પ્રથા અંગ્રેજોના જમાનાનો નિયમ છે. હકીકતમાં જ્યારે ભારતમાં 5 વાગે ત્યારે લંડનમાં સવારે 11.30 વાગ્યા હોય છે.
લંડનના હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સમાં બેઠેલા સાંસદો પણ ભારતનું બજેટ સાંભળતા હતા, એટલે ભારતનું બજેટ સાંજે 5 વાગે રજૂ થતું હતું. બીજું એક કારણ એ પણ ગણાવાય છે કે આ જ સમયે બ્રિટનનું માર્કેટ પણ ખુલતું હતું એટલે બજેટ સાંજે પાંચ વાગે રજૂ થતું હતું.
આ પણ વાંચોઃબજેટ 2019: જાણો બજેટ સાથે જોડાયેલા આ શબ્દોનો અર્થ
NDA સરકારે બદલ્યો નિયમ
5 વાગે બજેટ રજૂ કરવાનો નિયમ NDA સરકારે બદલ્યો. દેશમાં પોતાનું બંધારણ લાગુ થયાના 50 વર્ષ બાદ NDA સરકારે આ પરંપરા બદલી. 2001માં દેશના કેન્દ્રીય નાણા પ્રધાને સવારે 11 વાગે બજેટ રજૂ કર્યું. યશવંત સિંહા 11 વાગે બજેટ રજૂ કરનાર દેશના પહેલા નાણા પ્રધાન હતા.