CBI ચીફના પદેથી આલોક વર્માની છુટ્ટી, સિલેક્શન કમિટીની બેઠકમાં નિર્ણય

10 January, 2019 08:04 PM IST  |  નવી દિલ્હી

CBI ચીફના પદેથી આલોક વર્માની છુટ્ટી, સિલેક્શન કમિટીની બેઠકમાં નિર્ણય

આલોક વર્મા (ફાઇલ)


સીબીઆઇ ચીફના પદ પરથી આલોક વર્માની છુટ્ટી કરી દેવામાં આવી છે. ગુરૂવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી સિલેક્શન કમિટીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. લગભભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં આલોક વર્માને સીબીઆઇ ચીફના પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્માને હવે ફાયર સેફ્ટી વિભાગના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. સિલેક્શન કમિટીએ 2:1થી પોતાનો નિર્ણય સંભળાવ્યો. સિલેક્શન કમિટીમાં પીએમ મોદી ઉપરાંત લોકસભામાં સૌથી મોટા દળના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા જસ્ટિસ એકે સીકરી તેના સભ્ય છે.

આ પણ વાંચો: CBI ચીફ ડ્યૂટી પર પાછા ફરતા જ એક્શનમાં, નાગેશ્વર રાવના તમામ ટ્રાન્સફર ઓર્ડર કર્યા રદ

બુધવારે જ સંભાળ્યો હતો કાર્યભાર

મંગળવારે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા પછી આલોક વર્માએ બુધવારે જ સીબીઆઇ ચીફની ખુરશીનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ઝઘડો શરૂ થયા પછી સરકારે બંનેને ફરજિયાત રજા પર મોકલી દીધા હતા અને તેમના તમામ અધિકારો લઈ લીધા હતા.