મ્યાનમારમાંથી ૯૦૦ કુકી આતંકવાદીઓ ઘૂસ્યા- મણિપુરમાં હાઈ અલર્ટ

22 September, 2024 09:23 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

સરહદથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મ્યાનમારથી આશરે ૯૦૦ જેટલા પ્રશિક્ષિત કુકી આતંકવાદીઓની ઘૂસણખોરી થઈ હોવાની જાણકારી મળવાના પગલે સુરક્ષા દળોએ મણિપુરમાં સલામતી-વ્યવસ્થા હાઈ અલર્ટ મોડમાં કરી દીધી છે. 
આ મુદ્દે સુરક્ષા-સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ‘આ માહિતી મળતાં સિક્યૉરિટી ઑપરેશન ગ્રુપની બેઠક મળી હતી અને એમાં આર્મી, આસામ રાઇફલ્સ, મણિપુર પોલીસ, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) તથા અન્ય સુરક્ષા-એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા-વ્યવસ્થા મજબૂત બનાવવા બાબતે ચર્ચા કરી હતી. ૯૦૦ આતંકવાદીઓ ૩૦ જણના જૂથમાં ઘૂસી આવ્યા છે. તેમને અહીં ખાધા-ખોરાકીની ચીજો અને રહેવા માટે ઘર જોઈશે એથી આ આખા વિસ્તારમાં કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસામ રાઇફલ્સ સરહદની સુરક્ષા કરતી હોવાથી એને હાઈ અલર્ટ પર રહેવા જણાવી દેવામાં આવ્યું છે. સરહદથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ડ્રોનના વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.’

manipur myanmar terror attack india national news