દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જમ્મૂ-કાશ્મીરમાં પણ ધ્રૂજી ધરતી, 5.9ની તીવ્રતા

05 January, 2023 08:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી-NCRમાં ભૂકંપના આકરા આંચકા અનુભવાયા છે. જમ્મૂ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી છે. ત્યાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. આનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદૂ કુશ વિસ્તાર છે.

ફાઈલ તસવીર

દિલ્હી-NCRમાં ભૂકંપના (Earthquake) આકરા આંચકા અનુભવાયા છે. જમ્મૂ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી છે. ત્યાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. આનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદૂ કુશ વિસ્તાર છે. હાલ કોઈપણ પ્રકારના જાનમાલની હાનિના સમાચાર નથી, પણ લોકોમાં ભયનો માહોલ છે. આ પહેલા પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

હવે દિલ્હી-એનસીઆર ભૂંકપ મામલે સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. ત્યાં જો વધારે તીવ્રતાના આંચકા આવશે તો મોટા પાયે તબાહી મચશે, નુકસાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કારણે હવે જ્યારે ફરી દિલ્હી-એનસીઆરમાં ધરતી આટલી ધ્રૂજશે, લોકો ગભરાઈ ગયા છે, તેમને મોટા જોખમનું ડર લાગે છે.

ન્યૂ યરવાળા દિવસે પણ દેશમાં જુદા-જુદા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 1 જાન્યુઆરીના રોજ મોડી રાતે 11.28 વાગ્યે મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમીની અંદર હતું. આ પહેલા ઉત્તરાખંડના ઉત્તરકાશીથી લઈને નેપાળ સુધી 27-28 ડિસેમ્બરની રાતે અઢી કલાકામાં અનેક ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો નેપાળના બાગલુંગ જિલ્લામાં અનુભવાયો હતો. પછી ખુંગા નજીક ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 5.3 માનવામાં આવી હતી.

આ પણ વાંચો : ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપના: 20નાં મોત, 300થી વધુ લોકો ઘાયલ

જણાવવાનું કે ભૂકંપના ચાર પ્રકાર હોય છે- 

1. ભૂકંપનો પહેલો પ્રકાર ઈન્ડ્યૂસ્ડ અર્થક્વેક. એટલે કે ભૂકંપ જે કોઈક માનવીય ગતિવિધિઓને કારણે આવે છે. જેમ કે ખીણ ખોદવી, કોઈ જળસ્ત્રોતને ભરવું અથવા કોઈક પ્રકારના ભૌગૌલિક અથવા જિયોથર્મલ પ્રૉજેક્ટ્સ બનાવવા. બંધ બાંધવાને કારણે પણ ભૂકંપ આવે છે.

2. બીજું હોય છે વૉલ્કેનિક અર્થક્વેક. એટલે એવા ભૂકંપ જે કોઈ જ્વાળામુખીના ફાટતા પહેલા, ફાટતી વખતે અથવા તેના પછી આવે છે. આ ભૂકંપ ગરમ લાવાના નીકળવા અને સતેહની નીચે તેના વહેવાને કારણે આવે છે.

3. ત્રીજા  હોય છે કૉલેપ્સ અર્થક્વેક. જે નાના ભૂકંપના ઝટકા જે જમીનની અંદર રહેલી ગુફાઓ અને સુરંગોના તૂટવાથી બને છે. જમીનની અંદર થનારા નાના વિસ્ફોટોને કારણે આ ભૂકંપ આવે છે.

4. એક્સપ્લોસન અર્થક્વેક, આ પ્રકારના ભૂકંપના આંચકા કોઈ પરમાણુ વિસ્ફોટ અથવા રાસાયણિક વિસ્ફોટને કારણે પેદા થાય છે.

national news earthquake new delhi delhi news jammu and kashmir afghanistan