ઉત્તર પ્રદેશમાં ડ્રાઇવરે વાહન પરનો અંકુશ ગુમાવ્યો, વૃક્ષ નીચે સૂતેલા ચાર જણનાં મૃત્યુ

03 June, 2024 08:07 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.

ચાર જણ માર્યા ગયા હતા

ઉત્તર પ્રદેશના બદાયૂંમાં પૈગામ ભીખમપુર ગામમાં શનિવારે એક પિક-અપ વૅનના ડ્રાઇવરે વાહન પરનો અંકુશ ગુમાવતાં વૃક્ષ નીચે સૂઈ રહેલા ચાર જણ માર્યા ગયા હતા અને બીજા બે જણને ઈજા થઈ હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ ગામવાસીઓ અને ભોગ બનેલા લોકોના પરિવારના સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.

national news uttar pradesh road accident india