શું વાત કરો છો? : ટ્રાફિક જૅમને લીધે બૅન્ગલોરમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન દર વર્ષે

07 October, 2024 06:55 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

વિના કારણે બળતણનો ધુમાડો થાય છે અને ઓછી પ્રોડક્ટિવિટીને કારણે કર્મચારીઓને નુકસાન થાય છે.

ટ્રાફિક જૅમ

દેશની સિલિકૉન વૅલી ગણાતા બૅન્ગલોર શહેરમાં દર વર્ષે ટ્રાફિક જૅમને કારણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એમ કર્ણાટકના ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મિનિસ્ટર પ્રિયાંક ખડગેએ જણાવ્યું છે. બૅન્ગલોરમાં ૧૦ કિલોમીટરનું અંતર પાર કરવા માટે વાહનમાં આશરે ૨૮ મિનિટ લાગે છે અને એ ભારતમાં પહેલું અને દુનિયાનું બીજું સ્લોએસ્ટ સિટી છે. એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે જણાવ્યું હતું કે દેશનાં અન્ય શહેરોમાં પણ આવી જ હાલત છે. લાંબા ટ્રાફિક જૅમને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લોકોનો સમય બરબાદ થાય છે, વિના કારણે બળતણનો ધુમાડો થાય છે અને ઓછી પ્રોડક્ટિવિટીને કારણે કર્મચારીઓને નુકસાન થાય છે.

national news india bengaluru mumbai traffic air pollution