04 December, 2024 02:27 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ સૅન્ડ આર્ટ ફેસ્ટિવલ
ઓડિશામાં કોણાર્ક ડાન્સ ફેસ્ટિવલની સાથે ઇન્ટરનૅશનલ સૅન્ડ આર્ટ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે. પાંચમી ડિસેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસના આ ફેસ્ટિવલમાં કુલ ૧૨૯ સૅન્ડ-આર્ટિસ્ટ ભાગ લઈ રહ્યા છે જેમાં યુકે, મેક્સિકો, જર્મની, જપાન, રશિયા, પોર્ટુગલ, સ્પેન અને શ્રીલંકાથી પણ પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે. કોણાર્કના આઇકૉનિક સન ટેમ્પલ પાસે આ આર્ટિસ્ટો પોતાની સૅન્ડ-આર્ટનું પ્રદર્શન કરીને અદ્ભુત રેતશિલ્પ બનાવી રહ્યા છે. ઓડિશામાં આ ૧૪મો ઇન્ટરનૅશનલ સૅન્ડ આર્ટ ફેસ્ટિવલ છે