ડિસેમ્બરમાં ૧.૭૭ લાખ કરોડનું GST કલેક્શન, ૨૦૨૩ના ડિસેમ્બર કરતાં ૭.૩ ટકાનો વધારો

02 January, 2025 12:56 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જે એક વર્ષ પહેલાં આ જ મહિનાના ૧.૬૫ લાખ કરોડ રૂપિયાના કલેક્શનની સરખામણીમાં ૭.૩ ટકા વધારે રહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કલેક્શન ૧.૭૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે એક વર્ષ પહેલાં આ જ મહિનાના ૧.૬૫ લાખ કરોડ રૂપિયાના કલેક્શનની સરખામણીમાં ૭.૩ ટકા વધારે રહ્યું હતું.

સેન્ટ્રલ GST કલેક્શન ૩૨,૮૩૬ કરોડ રૂપિયા, સ્ટેટ GST કલેક્શન ૪૦,૪૯૯ કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ GST કલેક્શન ૪૭,૭૮૩ કરોડ રૂપિયા રહ્યું હતું તેમ જ સેસરૂપે ૧૧,૪૭૧ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા.

ડોમેસ્ટિક ટ્રાન્ઝૅક્શન થકી GSTની આવક ૮.૪ ટકા વધીને ૧.૩૨ લાખ કરોડ રૂપિયા રહી હતી, જ્યારે ઇમ્પોર્ટ પર ટૅક્સમાં ચાર ટકાની વૃદ્ધિ સાથે ૪૪,૨૬૮ કરોડ રૂપિયાની આવક થઈ હતી. 
નવેમ્બર મહિનામાં GST કલેક્શન ૧.૮૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું જે વાર્ષિક ૮.૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આજ સુધીનું સૌથી વધારે GST કલેક્શન એપ્રિલ ૨૦૨૪માં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. 

national news india indian government goods and services tax finance ministry