19 June, 2021 06:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સૌજન્ય AFP
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ હવે ફરી રાજકારણગરમાયુ છે. 24 જૂનના રોજ વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કર્યુ છે. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સહીત અનેક નેતાઓ ભાગ લેશે.
આ બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના આયોજનને લઈને પણ ચર્ચા થઇ શકે છે. ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરી 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું તેના 2 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય ગતિરોધ ખતમ કરવા કેન્દ્ર સરકાર તરફથી પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બેઠકમાં જમ્મુ અને કાશ્મીર એમ બંનેના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી સાથે થનાર આ બેઠકમાં 16 પક્ષોને બોલાવવામાં આવે તેવી સંભાવના છે. માનાવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં ફારુખ અબ્દુલ્લા, પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તી,અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન સહિતના નેતાઓઆ બેઠકમાં સામેલ થઈ શકે છે.