01 February, 2019 08:09 AM IST |
અહીં જ અધિકારીઓને પૂરી દેવાય છે.
આજના દિવસે રજૂ થનારા વચગાળાના બજેટ છાપવાનું કામ શરૂ થઈ ગયું છે. નૉર્થ બ્લોકમાં થયેલી હલવાની રસમ બાદ જ આ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. બજેટ છપાવા સાથે જોડાયેલી એક દિલચસ્પ વાત એ છે કે બજેટ તૈયાર કરવામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને એક પ્રકારની કેદ આપવામાં આવી છે. આ તમામ લોકો બજેટ રજૂ ન થયા ત્યાં સુધી કેદમાં રહે છે અને બાકીની દુનિયાથી તેમનો સંપર્ક કેટલાક દિવસો માટે કપાય જાય છે.
આખરે કેમ મળે છે બજેટ અધિકારીઓને કેદ?
બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓને લગભગ એક અઠવાડિયા માટે નૉર્થ બ્લૉકમાં કેદ કરી લેવામાં આવે છે. અધિકારીઓને આ પ્રકારને કેદ કરવા પાછળનું મુખ્ય કારણ ગુપ્તતા છે. આ આખી પ્રક્રિયા દરમિયાન બજેટ ટીમના સભ્યો પર સતત નજર રાખવામાં આવે છે. ઈંટેલિજેંસ બ્યૂરોની એક ટીમ દરેકની ગતિવિધિ અને ફોન કૉલ્સ પર બરાબર નજર રાખવામાં આવે છે. આ ટીમ સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં કામ કરે છે.
બજેટ અધિકારીઓમાં સૌથી વધુ નજર સ્ટેનોગ્રાફરો પર રાખવામાં આવે છે. સાઈબર ચોરીની સંભાવનાથી બચવા માટે સ્ટેનોગ્રાફરના કમ્પ્યૂટર નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેંટરના સર્વરથી દૂર હોય છે. જ્યાં આ લોકો હોય છે ત્યાં એક શક્તિશાળી જામર લગાવવામાં આવે છે જેથી કૉલ્સને બ્લૉક કરી શકાય અને કોઈપણ જાણકારી લીક ન થઈ શકે.
કોને-કોને મળે છે કેદ?
બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન નાણા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ સાથે સાથે વિશેષજ્ઞો, પ્રિન્ટિંગ ટેક્નીશિયન અને કેટલાક સ્ટેનોગ્રાફર્સને નૉર્થ બ્લોકમાં કેદ મળે છે. આ લોકો આ દરમિયાન પોતાના પરિવાર સાથે પણ વાત નથી કરી શકતા. જો પરિવારજનોએ પોતાના પરિવારના સભ્યને કોઈ જરૂરી સૂચના આપવી હોય તેઓ માત્ર તેમને આપવામાં આવેલા એક નંબર પર મોકલી શકે છે.
આ પણ વાંચોઃBudget 2019: ઇન્ટરિમ બજેટથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને શું છે અપેક્ષાઓ?
ક્યાં છપાય છે દેશનું બજેટ?
નાણા મંત્રીના બજેટનું ભાષણ સૌથી સુરક્ષિત દસ્તાવેજ માનવામાં આવે છે. જેથી તેમને બજેટની ઘોષણાના બે દિવસ પહેલા જ પ્રિન્ટ માટે આપવામાં આવે છે. પહેલા બજેટ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રિન્ટ થતું હતું, પરંતુ વર્ષ 1950નું બજેટ લીક થઈ જતા બજેટ મિંટો રોડ પર આવેલા એક પ્રેસમાં છપાવા લાગ્યું. વર્ષ 1980થી બજેટ નૉર્થ બ્લૉકના બેસમેંટમાં છપાય છે.