29 September, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે મમ્મી રશ્મિ ઠાકરેને ગુલાલ લગાવ્યો
મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં તમામ ૧૦ બેઠક પર આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળની યુવા સેનાના ઉમેદવારો વિજયી થયા છે. ગઈ કાલે આ વિજયી યુવાઓનું ઉદ્ધવ ઠાકરેના બાંદરામાં આવેલા નિવાસસ્થાન માતોશ્રી બંગલામાં સન્માન કરવામાં આવ્યું હતું. વિજયની આ ઉજવણીમાં આદિત્ય ઠાકરે મમ્મી રશ્મિ ઠાકરેને ગુલાલ ચોપડીને ગળે મળ્યો હતો. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત અન્ય તમામ સંગઠનના ઉમેદવારો સામેનો વિજય ઉદ્ધવ ઠાકરે માટે મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.