World Cup Final: પીએમ મોદી સહિત ૧૦૦થી VVIP આવશે સ્ટેડિયમમાં મેચ જોવા

18 November, 2023 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ (World Cup Final) રવિવારે (19 નવેમ્બર) ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે

ભારતીય ક્રિકેટ ટીમની ફાઇલ તસવીર

આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ (World Cup Final) રવિવારે (19 નવેમ્બર) ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો હાજર રહેશે. સાથે જ 100થી વધુ VVIP પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે.

આ VVIP લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિમંડળ પણ મેચ જોવા અમદાવાદ આવશે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ મેચ જોવા સ્ટેડિયમમાં મેચ જોવા હાજર રહેશે. આ ઉપરાંત સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂતો પણ ફાઈનલ જોવા અમદાવાદ આવશે.

આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ પરિવાર સાથે મેચ જોવા આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરબીઆઈ ગવર્નર, ગુજરાત, તમિલનાડુ અને ઘણા રાજ્યોના ધારાસભ્યો પણ મેચ જોવા માટે અમદાવાદ આવશે. તે જ સમયે, બોલિવૂડના ઘણા કલાકારો પણ સ્ટેડિયમમાં જોવા મળશે.

આ મેચ જોવા આવનાર VVIP મહેમાનોની યાદી

મેચ પહેલા સ્ટેડિયમને શણગારવામાં આવ્યું

નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

ભારતીય ટીમ અજેય

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. લીગ મેચમાં પોતાની તમામ મેચ જીતનારી ટીમ ઈન્ડિયાએ સેમી-ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

અમદાવાદમાં પ્રેક્ષકોને ટ્રિપલ બોનાન્ઝા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વાર આઇ.સી.સી. મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે રમાશે ત્યારે બૉલીવુડના મ્યુઝિશ્યન કમ્પોઝર અને સિંગર પ્રીતમ તેમ જ સિંગર જોનીતા ગાંધી તેમના સહકલાકારો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરશે. એટલું જ નહીં, ડ્રોન શો, આતશબાજી સહિતના કાર્યક્રમો પણ યોજાશે. ફાઇનલ મૅચને લઈને સ્ટેડિયમ સજ્જ થયું છે.

હવાઈ દળનો ઍર-શો

ફાઇનલની શરૂઆત પહેલાં સ્ટેડિયમ પરથી ચાર પ્લેન ઉડાવીને અનોખી રીતે સ્વાગત કરવાનું પણ આયોજન થયું છે. ગઈ કાલે સ્ટેડિયમ પરથી ઍર-શોની પ્રૅક્ટિસ કરાઈ હતી. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિક ટીમ આ ઍર-શો રજૂ કરશે.

world cup india australia narendra modi narendra modi stadium cricket news sports sports news