06 January, 2023 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની લોકલ ટ્રેનમાં ૨૭ વર્ષના યુવકે એક મહિલા પ્રવાસીની છેડતી કરી હતી. મહિલા સોમવારે રાત્રે સબર્બન ટ્રેનના સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં દાદરથી વિરાર જવા માટે પ્રવાસ કરી રહી હતી એ સમયે આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપી રફીક મોહમ્મદ ઇસાક શેખ પણ એ જ કોચમાં હતો. ટ્રેન નાલાસોપારા સ્ટેશન પર પ્રવેશી ત્યારે આરોપીએ અયોગ્ય રીતે મહિલાને સ્પર્શ કર્યો હતો. મહિલાએ અલાર્મ વગાડતાં સહપ્રવાસીઓએ આરોપીને ઝડપી લઈને પોલીસને સોંપી દીધો હતો.
આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૪ અને ૩૫૪-એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.