હરિયાણાની સાથે જ કેમ નથી યોજાઈ રહી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી? ચૂંટણી પંચે આપ્યું આ કારણ

16 August, 2024 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સાથે જોડાયેલા એક સવાલ પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, “ગત વખતે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા (Maharashtra Assembly Polls 2024)ની ચૂંટણી એક સાથે થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Polls 2024)ની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવતું હતું કે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. જોકે, ચૂંટણી પંચે હજુ સુધી આ ચૂંટણીની તારીખો જાહેર કરી નથી.

આ સાથે જોડાયેલા એક સવાલ પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, “ગત વખતે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા (Maharashtra Assembly Polls 2024)ની ચૂંટણી એક સાથે થઈ હતી. તે સમયે જમ્મુ અને કાશ્મીર પરિબળ નહોતું, પરંતુ આ વર્ષે 4 ચૂંટણી છે અને તેના પછી તરત જ 5મી ચૂંટણી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોની જરૂરિયાતના આધારે અમે બે રાજ્યોમાં એક સાથે ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે.”

ઇલેક્શન કમિશનરે કહ્યું કે, બીજું પરિબળ એ છે કે મહારાષ્ટ્ર (Maharashtra Assembly Polls 2024)માં ભારે વરસાદ થયો છે અને ઘણા તહેવારો પણ આવી રહ્યા છે.” નોંધનીય છે કે, હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે 1 ઑક્ટોબરે મતદાન થશે, 4 ઑક્ટોબરે મતગણતરી થશે.

હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે 1 ઑક્ટોબરે મતદાન થશે અને 4 ઑક્ટોબરે મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે આ જાહેરાત કરી હતી. કુમાર દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે જાહેરનામું 5 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે અને 12 સપ્ટેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે.

ચૂંટણી પંચ (EC) દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર હશે. કુમારે કહ્યું કે, “1 ઑક્ટોબરે એક તબક્કામાં મતદાન થશે અને 4 ઑક્ટોબરે મતગણતરી થશે.” તેમણે કહ્યું કે, “હરિયાણાના કુલ 90 વિધાનસભા ક્ષેત્રોમાં 2.01 કરોડ મતદારો છે, જેમાંથી 95 લાખ મહિલાઓ છે, હાલમાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં છે. તેનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.”

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે?

જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 18 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચે ત્રણ તબક્કામાં યોજાશે અને મતગણતરી 4 ઑક્ટોબરે થશે. ચૂંટણી પંચ (EC)એ શુક્રવારે આની જાહેરાત કરી હતી. વર્ષ 2019માં કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં એક પત્રકાર પરિષદમાં આ બહુપ્રતિક્ષિત ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે 90 મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે. તેમણે કહ્યું કે છેલ્લા તબક્કાનું મતદાન 1 ઑક્ટોબરે થશે અને 4 ઑક્ટોબરે મતગણતરી થશે.

maharashtra assembly election 2024 haryana maharashtra assembly elections election commission of india news maharashtra news