અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં ભવ્યાતિભવ્ય લગ્નની ટીકાના જવાબમાં નીતા અંબાણીએ શું કહ્યું?

17 February, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાધિકા સાથે અનંતનાં લગ્ન થઈ રહ્યાનું જોઈને હું ખૂબ ગૌરવ અનુભવતી હતી

નીતા અંબાણી અને અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં ગયા વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે થયેલાં આલીશાન લગ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયાં હતાં, જેમાં બે પ્રી-વેડિંગ ફંક્શન અને વેડિંગ સેરેમનીનો સમાવેશ થતો હતો. માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ જૂન મહિનામાં યુરોપમાં ક્રૂઝ પર ફંક્શન થયું હતું. ત્યાર બાદ જુલાઈ મહિનામાં મુંબઈમાં ત્રણ દિવસનો ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો.

જોકે અનંત અંબાણીનાં આ ભવ્યાતિભવ્ય લગ્નને લઈને થયેલી ટીકાઓ વિશે તેમનું શું માનવું છે એ વિશે એક ટીવી-ચૅનલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નીતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમનાં સંતાનોનાં લગ્ન બહુ જ સારી રીતે સંપન્ન કરવામાં આવે અને અમે એ જ કર્યું હતું. મને લાગે છે કે એને કારણે મેડ ઇન ઇન્ડિયા બ્રૅન્ડ બહાર આવી હતી. હું ખુશ છું કે ભારતીય પરંપરા,રીતિ-રિવાજ અને ભારતીય સંસ્કૃતિને હું સેન્ટર સ્ટેજ પર લાવવામાં સફળ રહી હતી.’

રાધિકા સાથે અનંતનાં લગ્ન થઈ રહ્યાનું જોઈને હું ખૂબ ગૌરવ અનુભવતી હતી એમ કહીને નીતા અંબાણીએ ઉમેર્યું હતું કે ‘અસ્થમાને કારણે મારો પુત્ર અનંત યુવા વયથી મેદ​સ્વિતા સામે લડતો હતો અને એ કૉ​ન્ફિડન્સ સાથે વરરાજા તરીકે લગ્ન કરવા ગયો હતો. તેણે મને કહ્યું હતું કે મમ્મી, હું શારીરિક રીતે જે દેખાઉં છું એ નથી, મારું હૃદય જે છે એ હું છું. જ્યારે મેં તેને તેની જીવનસાથીનો હાથ પકડેલો જોયો એ ક્ષણ સૌથી ટચિંગ ફીલિંગ્સવાળી હતી.’

mumbai news mumbai nita ambani mukesh ambani Anant Ambani radhika merchant