29 June, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરી રેલવે સ્ટેશન
વેસ્ટર્ન રેલવેનું અંધેરી રેલવે સ્ટેશન ફૉરેનના કોઈ રેલવે સ્ટેશન જેવું દેખાય તો ચોંકી જવાની જરૂર નથી, કારણ કે ટૂંક સમયમાં અંધેરી રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. મુંબઈ રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અંધેરી રેલવે સ્ટેશનનો ટૂંક સમયમાં વિકાસ કરવામાં આવશે. આશરે સાડાચાર એકર જમીનમાં રેલવે સ્ટેશનનો વિકાસ થશે, જેમાં પહેલા તબક્કામાં આશરે બે એકર જેટલી જમીન વિકાસ કરવા માટે સોંપવામાં આવી છે. આ વિકાસ કામ માટે આશરે ૨૧૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. અંધેરી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસના કામ બાદ રેલવે સ્ટેશન લગભગ ૨૧ હજાર ૮૪૩ વર્ગ મીટર મોટું બનશે. ઉલ્લેખનીય છે કે ફક્ત અંધેરી જ નહીં પરંતુ બોરીવલી, કલ્યાણ, થાણે, દાદર, કલ્યાણ, બાંદરા રેલવે સ્ટેશનોનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે.