08 March, 2025 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં લાખોની સંખ્યામાં લોકો પ્રવાસ કરે છે અને એમાં અનેક ખુદાબક્ષો પણ પ્રવાસ કરતા હોય છે. આવા ખુદાબક્ષ પ્રવાસીઓને પકડવામાં મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન ચર્ચગેટથી દહાણુ સુધીના સબર્બન સેક્શનમાં શ્રીમતી મલિગા નામની ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરે ૨૮૮ દિવસમાં ટિકિટ વગર પ્રવાસ કરનારા ૭૮૧૬ પ્રવાસીઓને પકડી તેમની પાસેથી ૨૧,૫૪,૮૧૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો, જ્યારે નૉન સબર્બન સેક્શનમાં દહાણુથી પાલધી સ્ટેશન વચ્ચે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર નયના પટેલે ૪૪૭૧ ખુદાબક્ષોને પકડી તેમની પાસેથી ૩૨,૬૬,૮૩૨નો દંડ વસૂલ્યો હતો.