Western Railway: 10થી વધુ દિવસનો બ્લૉક આજે પૂરો, પાટે ચડી મુંબઈગરાંઓની ગાડી

06 November, 2023 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Western Railway: ખાર અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ છેલ્લા 10 દિવસથી શરૂ હતું. હવે આ કામ પશ્ચિમ રેલવે દ્વારા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

મુંબઈ લોકલ ટ્રેનની ફાઇલ તસવીર

પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુંબઈ ઉપનગરીય વિભાગ પર મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ખાર અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ છેલ્લા 10 દિવસથી શરૂ હતું. હવે આ કામ પશ્ચિમ રેલવે દ્વારા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને તેનું મિશન લગભગ પૂર્ણ પણ થઈ ગયું છે. 

પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામને કારણે ખાર રોડ અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે 26-10-23થી 6-11-23 સુધી 6ઠ્ઠી લાઇન માટે NI કામને કારણે બ્લોક પણ રાખવામાં આવ્યો હતો. આ જ 10 દિવસથી વધુના બ્લોક બાદ આજથી પશ્ચિમ રેલવે પર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ સામાન્ય રીતે શરૂ થઈ ગઈ છે.

આ 10 દિવસના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે પર ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. જેને કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે 10 દિવસથી વધુના બ્લોક બાદ પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેન સેવાઓ ફરી સામાન્ય રીતે કાર્યરત થઈ ગઈ છે. 

પશ્ચિમ રેલ્વે સુરક્ષા કમિશનરે મુંબઈ ઉપનગરીય વિભાગ પર નવી છઠ્ઠી લાઇનની સલામતી અને અન્ય પરિમાણોનું નિરીક્ષણ કર્યું હતું. અને જે મહત્વનું મિશન હાથ ધરવામાં આવ્યું હતું તેની સમીક્ષા પણ કરી હતી. હવે 6 નવેમ્બર, 2023ના રોજ તમામ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જેથી, સામાન્ય મુસાફરોને કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. 

પશ્ચિમ રેલવે (Western Railway)એ મુંબઈ ઉપનગરીય વિભાગ પર ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનનું બાંધકામ હવે પૂર્ણ કરી લીધું છે. આ જે મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તેને કારણે મુંબઈ ઉપનગરીય વિભાગની લાઇન ક્ષમતામાં વધારો થશે તેમાં કોઈ બેમત નથી તેમ જ ભીડ પણ ઓછી થશે. આ સાથે સમય બચાવવામાં અને વધુ ટ્રેન સેવાઓ ઉમેરવામાં પણ મદદ કરશે.

આજથી નવી 17 એસી ટ્રેનો શરૂ

આ સાથે જ પશ્ચિમ રેલવેના મુસાફરોને વધુ આરામદાયક  સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા 6 નવેમ્બરથી એટલે જ કે આજથી મુંબઈમાં 17 નવી એસી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. વધુ આરામ અને સગવડભરી મુસાફરીના અનુભવ માટે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ પેસેન્જર સેવાઓ માટે બે તદ્દન નવી M/s મેધા એસી રેક તૈયાર કરવામાં આવી છે. આજથી બે રેકમાં 17 નવી એસી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ સેવાઓ સોમવારથી શુક્રવાર સુધી એસી સેવાઓ તરીકે અને શનિવાર અને રવિવારે નોન-AC તરીકે ચાલશે. આ નવી એસી લોકલ ટ્રેનો (Mumbai Local)પશ્ચિમ રેલવે ઝોનના મુંબઈ ઉપનગરીય વિભાગમાં ચલાવવામાં આવશે. ઝોનલ રેલ્વેએ દહાણુ રોડથી ચર્ચગેટ સ્ટેશન સુધી એસી લોકલ સેવાઓ પણ લંબાવી છે. અત્યાર સુધી ટ્રેન દહાણુ રોડ અને અંધેરી સ્ટેશન વચ્ચે દોડતી હતી.

mumbai local train western railway goregaon khar mumbai trains mumbai news mumbai