૨૦૨૪માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન રેલવેએ ખુદાબક્ષો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયા વસૂલ કર્યા

10 January, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બરમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ૧.૮૯ લાખ લોકો પાસેથી ૧૦.૯૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન સબર્બન અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧૦૪ કરોડ રૂપિયાથી વધુ દંડની રકમ વસૂલ કરી હતી. એમાં એકલા મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી જ ૩૩.૯૮ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. ડિસેમ્બરમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ૧.૮૯ લાખ લોકો પાસેથી ૧૦.૯૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai western railway mumbai police mumbai local train