08 December, 2022 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ગુજરાત ચૂંટણીમાં ( GUJRAT ELECTIONS) જીત મળ્યા બાદ બીજેપીમાં ઉત્સવનો માહોલ છે. ગુજરાતથી દિલ્હી અને મુંબઈમાં બીજેપીની જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે. તો થોડાંક મહિનામાં મુંબઈમાં પણ બીએમસી (BMC Election)ની ચૂંટણી થવાની છે. જેથી બીજેપીએ ઘણાં દિવસો પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મુંબઈમાં બીજેપી અધ્યક્ષ અને વિધેયક આશીષ શેલારે કહ્યું કે મુંબઈ નગર નિગમમાં હવે અમારો ફોક આમ આદમી પાર્ટી પર રહેશે, અન્ય પાર્ટીઓ હવે રેસમાં નથી.
આપને મળી દિલ્હી એમસીડી ચૂંટણીમાં જબરજસ્ત જીત
દિલ્હીમાં થયેલ એમસીડી ચૂંટણીમાં બીજેપીને માત આપીને આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા સ્થાપિત કરી છે. દિલ્હી નગર નિગમમાં આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 134 સીટ પર જીત મળી છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હી નગર નિગમ પર બીજેપીનો કબજો હતો.
આ પણ વાંચો : Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી
ગુજરાતમાં 156 સીટ પર જીત
બીજેપીએ ગુજરાત ચૂંટણીમાં 182 સભ્યની વિધાનસભામાં રેકૉર્ડ તોડ 156 સીટ પર જીત મેળવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર અને આદિવાસી સીટમાં મત વહેંચ્યા, પણ આ વખતે કૉંગ્રેસનું પ્રદર્શન સૌથી ખરાબ હતું, જે 2017ની ચૂંટણીમાં થયેલા લાભને સાચવી રાખવામાં નિષ્ફળ રહી.