25 August, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર
બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓના વિનયભંગની ઘટના વિશે વિરોધીઓ સરકારને નિશાના પર લઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે યવતમાળમાં લાડકી બહિણ યોજનાના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘વિકૃત માણસોનો કાયમી બંદોબસ્ત કરવા સિવાય બેસીશું નહીં. મહિલાઓ સાથે ખરાબ વર્તન કરનારાઓને છોડવામાં નહીં આવે. મહિલાઓને નિશાન બનાવનારાઓ સામે કડક હાથે કામ લેવા માટેનો કાયદો લાવીશું. રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યાર બાદ તરત જ આ કાયદાને અમલમાં લાવવામાં આવશે. આ કાયદામાં આરોપીને ફાંસીની સજા કરવાની જોગવાઈ હશે. કુમળી બાળકી, યુવતી કે મહિલા પર ખરાબ નજર કરનારાઓનું ગુપ્તાંગ કાપી નાખવું જોઈએ. કેટલાક લોકો એટલા નાલાયક હોય છે કે તેમને આવી કઠોર સજા થવી જ જોઈએ.’